મોરબી : મોરબી નગર પાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર 10 અને 11નો સયુંકત સેવા સેતુ કાર્યક્રમ કપોરવાડી પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો જેમાં લોકોને વિવધ સરકારી સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો. મોરબી શહેરના વોર્ડ નં.11માં કપોરવાડી પ્રાથમિક શાળા ખાતે વોર્ડ નં.10 અને 11નો સેવા સેતુ કાર્યક્રમ મોરબી જિલ્લા વહીવટી તેમજ મોરબી નગરપાલિકા દ્વારા રાખવામાં આવ્યો હતો. આ તકે મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, સિટી મામલતદાર, અને રોશની ચેરમેન માવજીભાઈ કંઝારીયા ભારતીય પરંપરા મુજબ દીપ પ્રાગટ્ય કરી પુષ્પગુચ્છથી મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અને રોશની ચેરમેન દ્વારા સંબોધન આપ્યું હતું અને સેતુ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો વોર્ડ નં.11ના કાઉન્સિલર માવજીભાઈ કંઝારીયા અને રોહિતભાઈ કંઝારીયા અને હર્ષદભાઈ કંઝારીયા, શાળાના પ્રિન્સીપાલ અને શિક્ષકગણ,સિટી મામલતદાર કચેરીની ટીમ અને નગરપાલિકાની ટીમ હાજર રહ્યા હતા અને લોકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ ઘર આંગણે આપ્યો હતો.