મોરબી : મોરબી વિશિપરામાં ધોળેશ્વર રોડ ઉપર જાહેરમાં જુગાર રમી રહેલા મહેશભાઇ વિનોદરાય મહેતા, જુસબભાઇ હૈદરભાઇ કટીયા, અબ્દુલરહેમાન ઉર્ફે અદ્રેમાન નુરમામદ હાલા, જુમાભાઇ હબીબભાઇ મોવર અને શૈલેષપરી ઘનશ્યામપરી ગોસાઇને સીટી બી ડિવિઝન પોલીસે તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા 2960 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.