કચરાના ગંજને કારણે બેસુમાર ગંદકી ફેલાતા મુસાફરો અને આસપાસના દુકાનદારોના આરોગ્ય ઉપર ખતરો મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડના પાછળના દરવાજે ઉકરડાના ગંજ ખડકાયા છે. ગંદકી એટલી બધી છે કે ત્યાંથી પસાર થતી વગતે મગજ ચકરાય જાય એમ છે. આથી કચરાના ગંજને કારણે બેસુમાર ગંદકી ફેલાતા મુસાફરો અને આસપાસના દુકાનદારોના આરોગ્ય ઉપર ખતરો તોળાઈ રહ્યો છે. મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ ભારત ટ્રેડર્સ નામની દુકાનના વેપારીએ જણાવ્યું હતું કે,જુના બસ સ્ટેન્ડમાં હજારો મુસાફરોની અવરજવર વચ્ચે સ્વચ્છતાનું નામોનિશાન નથી. જુના બસ સ્ટેન્ડ પાસે રોડ તો બની ગયો છે. પણ વર્ષોથી ખડકાયેલા ઉકરડાના ગંજ દૂર થયા નથી. કચરાના ગંજ ઉપર હાલ વરસાદી પાણી ફરી વળતા માથું ભમી જાય એવી ગંદકી ફેલાય છે. ગંદકીને કારણે મુસાફરો અને આસપાસના દુકાનદારોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જો કે બાજુમાં સફાઈ થતી હોય અને અહીંયા સફાઈ ન થતી હોવાથી ભારે ગંદકી ફેલાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.