મોરબી : વાંકાનેર તાલુકાના લાલપર ગામમાં રહેતો અને કંપનીમાં નોકરી કરતા યુવાનને માથું દુખતું હોવાથી મિત્ર પાસે માથાના દુખાવાની ગોળી માંગતા મિત્રએ માથાની દવાને બદલે ભાંગની ગોળી પાઇ દેતા તબિયત બગડતાં સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના લાલપર ગામે રહી ખાનગી કંપનીમાં નોકરી કરતા મુળ બિહારના રોશન હફીઝભાઇ મોહમ્મદ ગતરાત્રીના રૂમ પર આવ્યો ત્યારે માથુ દુઃખતું હોઇ મિત્રને વાત કરતાં તેણે માથાના દુઃખાવાની દવાને બદલે મજાકમાં ભાંગની ગોળી પાઇ દેતાં રોશનની હાલત બગડી હોવાથી પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા પોલીસે ઘટના અંગે વાંકાનેર પોલીસને જાણ કરવા તજવીજ હાથ ધરી હતી.