હળવદ : હળવદ તાલુકાના સુખપર ગામે આવેલા પ્રસિદ્ધ ગોઢેશ્વર મહાદેવ મંદિરે ખાતે ભાદરવી પાંચમ નિમિતે આજે લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ ભાદરવી પાંચમ નિમિતે સુખપર ગામે આવેલ ગોઢેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષની માફક આ વર્ષે પણ મેળાનું આયોજન કરાયું હતું. આ લોકમેળાનું હળવદ ધ્રાગંધ્રા મત વિસ્તારના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયા અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય ઠાકોર સમાજના યુવા અગ્રણી છત્રસિંહ ઠાકોર(પપ્પુભાઈ)ના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે સુખપર ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ લોદરિયા, નવીનભાઈ મદ્રેસાણીયા, અશોકભાઈ અઘારા,હેમંતભાઈ લોદરિયા અને શક્તિભાઈ પરમાર સહિતના હાજર રહ્યા હતા. બીજી તરફ લોકોએ પણ મહાદેવજીના દર્શન કર્યા બાદ મેળો માણવા ઊંચી પડ્યા હતા