3 સપ્ટેમ્બરની સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

- text


મોરબી : સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન ઇસરવારા અને નારાયણાવલી સ્ટેશનો પર નોન-ઇન્ટરલોકિંગ કામગીરી માટે બ્લોક હોવાને લીધે આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.મુસાફરોને ટ્રેન અંગેની જાણકારી વેબસાઇટ પરથી મેળવી શકશે.

પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર ડિવિઝનના કટની-બીના સેક્શનમાં આવેલ ઇસરવારા અને નારાયણાવલી સ્ટેશનો પર નોન-ઇન્ટરલોકિંગ કામગીરી માટે બ્લોક હોવાને લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી સોમનાથ-જબલપુર અને જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

ડાયવર્ટ કરેલા રૂટ પર દોડનારી ટ્રેનો:

- text

1. ટ્રેન નંબર 11466 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ 02.09.2022ના રોજ તેના નિર્ધારિત રૂટ વાયા જબલપુર-કટની મુરવારા-બીના-ભોપાલ ના બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા જબલપુર-ઈટારસી-ભોપાલ થઈને દોડશે.

2. ટ્રેન નંબર 11465 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ 03.09.2022ના રોજ તેના નિર્ધારિત રૂટ વાયા ભોપાલ-બીના-કટની મુરવારા-જબલપુર ના બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા ભોપાલ-ઈટારસી-જબલપુર થઈને દોડશે.

રેલવે તંત્ર મુસાફરોને અપીલ કરે છે કે તેઓ ટ્રેનોના ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતી નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

- text