બેન્ક કર્મચારીએ ઓડિટ માટે ફોન કરતા ગભરાઇ જઈ પગલું ભર્યાનું તારણ ટંકારા : ટંકારા તાલુકાના દેવડીયા ગામે શ્રી કોટેક્ષ નામની જીનિંગ ફેકટરીના સંચાલકે ફેકટરીમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત લેતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના દેવડીયા ગામે રહેતા અને દેવડીયા ગામની સીમમાં શ્રી કોટેક્ષ જિનીંગ ફેકટરી ધરાવતા મયુરભાઇ હરીભાઇ ભાલોડીયા પટેલ ઉ.32 નામના યુવાને ગઈકાલે રાત્રીના સમયે ફેકટરીમાં જ પંખા સાથે લટકી જઈ ગળેફાંસો ખાઈ લીધો હતો. વધુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં ફેકટરીના કર્તાહર્તા મયુરભાઇ હરીભાઇ ભાલોડીયાને કોઈ બેન્ક કર્મચારીનો ઓડિટ માટે ફોન આવ્યા બાદ ગભરાઈ જઈ આ પગલું ભર્યાનું ખુલ્યું છે. હાલમાં પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.