મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ત્રાજપર વિસ્તારમાંથી જુગાર રમતા છ જુગારીઓને રોકડા રૂપિયા 8650 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ત્રાજપર ઝાપા નજીકથી જાહેરમાં જુગાર રમી રહેલા મનસુખભાઇ અંબારામભાઇ દેત્રોજા, ભાવીનભાઇ ચંદુલાલ વાઘેલા, અર્શદભાઇ નજીરભાઇ લશ્કરી, દેવજીભાઇ જીવણભાઇ બાવરવા, દિનેશભાઇ રામજીભાઇ પાટડીયા અને રમેશભાઇ પ્રભુભાઇ પાંચોટીયાને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.