મોરબી : આજરોજ ગણેશ ચતુર્થી હોવાથી ઠેર ઠેર સ્થળે ગણેશ સ્થાપના કરી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો દ્વારા વાવડી રોડ ખાતે રંગેચંગે ગણેશ સ્થાપના કરવામાં આવી છે. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તા દ્વારા ઉમિયા પાર્કના ગેઈટ પાસે, વાવડી રોડ, મોરબી ખાતે આજરોજ ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવી છે.ગણપતિ વિસર્જન તા.૯ના રોજ કરવામાં આવશે.ત્યારે મોરબીની ધર્મ પ્રેમી જનતાને વિઘ્નહર્તા ગણપતિદાદાના દર્શન અને આરતીનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.