મોરબી : મોરબી તાલુકાના નાની વાવડી ગામે તાલુકા પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગારની મહેફિલ માંડી પાના ટીચતા પાંચ જુગારીઓને રોકડા રૂપિયા 21,750 સાથે ઝડપી લીધા હતા. મોરબી તાલુકા પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન નાની વાવડી ગામે સમજુબા સ્કૂલની બાજુમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતા દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જાહેરમાં જુગાર રમી રહેલા નિતીનભાઇ ખીમજીભાઇ વરમોરા, વિશાલભાઇ હરેશભાઇ અગ્રાવત, વિજયભાઇ રેવાદાસભાઇ રામાવત, સંજયભાઇ મગનભાઇ ગૌસ્વામી અને સંજયભાઇ ગોરધનભાઇ કુંઢીયા તીનપત્તીનો જુગાર રમતા મળી આવતા પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 21,750 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.