માણેક સોસાયટીમાં બાલાજી ગ્રુપ કા રાજાનું જાજરમાન આયોજનમાં સહભાગી બનશે મોરબી : મોરબીના રવાપર રોડ પર આવેલી માણેક સોસાયટીમાં બાલાજી એપાર્ટમેન્ટની સામે બાલાજી ગૃપ કા રાજાનું ભવ્ય અને જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ ગણેશ મહોત્સવમાં દરરોજ સવાર સાંજ મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ ભાવિક ભક્તો માટે પ્રસાદ અને ગરમા ગરમ નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ મહોત્સવ દરમિયાન આગામી તારીખ 2 સપ્ટેમ્બરના રોજ પ્રિસિદ્ધ દિવ્યાંગ સેલિબ્રિટી કમો ઉર્ફે કમલેશ દલવાડી ખાસ મહાઆરતીમાં ઉપસ્થિત રહેશે. ત્યારે આ અવસરે બાલાજી ગૃપ દ્વારા સર્વે ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ગણેશ મહોત્સવ દરમિયાન દર્શન, મહાઆરતીનો લાભ લેવા પણ જણાવાયુ છે. વધુ માહિતી માટે આયોજક સચિન કાનાબાર (મો. ૯૭૨૬૧૨૨૦૦૯)નો સંપર્ક કરવો.