મોરબી : મોરબી જલારામ મંદિર ખાતે આગામી તા.4 સપ્ટેમ્બરે વિનામુલ્યે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે.જેમાં દર્દીઓના મોતિયાના ઓપરેશન માટે રાજકોટ લઈ જવા તેમજ જમવા રહેવાની તમામ સુવિધાઓ રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ઉઠાવશે. સમગ્ર ગુજરાતની નંબર ૧ રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત હીંમતલાલ ધનજીભાઈ રાઘુરા પરિવારના સગયોગ થી આગામી તા.૪ને રવિવારના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાશે.જેમા રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે. દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી મો.૯૮૨૫૦૮૨૪૬૮,હરીશભાઈ રાજા મો.૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ મો.૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા મો.૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે. નોંધનીય છે કે, ગત ૧૨ માસ દરમિયાન યોજાયેલ કેમ્પ મા કુલ ૩૮૫૮ લોકો એ લાભ લીધો હતો તેમજ ૧૭૨૦ લોકોના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.