મોરબી : ઘણા સમયથી પેન્ડિંગ રહેલા 15 પ્રશ્નોને લઈને સરકારી કર્મચારી મંડળ દ્વારા આગામી તા.3એ રેલી યોજી જિલ્લા કલેક્ટરને આ મામલે આવેદન પાઠવવામાં આવનાર છે. સરકારી કર્મચારીઓના જૂની પેન્શન યોજના, ફિક્સ પગારની નીતિ,સાતમા પગાર પંચના ભથ્થા જેવા જુદા જુદા ૧૫ જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ ન આવતા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ગાંધીનગરના આદેશ અનુસાર ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ મોરબી તેમજ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા મોરબીના સંયુક્ત ઉપક્રમે મોરબી જિલ્લામાં પણ મૌન રેલી તથા કલેકટરને આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમનું આયોજન તા.3ના રોજ બપોરે 3 વાગ્યે કરાયું છે.આ રેલીનો રૂટ તાલુકા સેવા સદન લાલ બાગથી જિલ્લા સેવા સદન-સો ઓરડીનો રહેશે.