મોરબી અપડેટ દ્વારા ફેસબુક લાઈવ કરીને લોકોની સમસ્યાને વાચા આપતા તંત્ર સફાળું જાગ્યું મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં મેઈન રોડ ઉપર મસમોટો ખાડો પડી જતા વારંવાર વાહનો પડી જતા હોય આ ખાડો જોખમી બન્યો હોવાનું તાજેતરમાં મોરબી અપડેટ દ્વારા લાઈવમાં વીડિયો મારફત દર્શાવાતા અંતે તંત્ર સફાળું જાગ્યું હતું અને જુના બસ સ્ટેન્ડ પાછળ જીવલેણ ખાડાની અંતે તંત્રએ મરમત્ત કરી હતી. જુના બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં મેઈન રોડ ઉપર મસમોટો ખાડો જોખમી બની ગયો હતો. આ ખાડામાં વારંવાર વાહનો ફસાય જતા હતા.ખાડામાં દરરોજના અનેક બાઈક ચાલકો અને રીક્ષા ચાલકો ખાબકતા હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી મોરબી અપડેટ દ્વારા તાજેતરમાં આ સમગ્ર સમસ્યાનું વિગતવાર લાઈવ કરીને તંત્રને ઢંઢોળવાના પ્રયાસ કર્યો હતો. આથી મોરબી નગરપાલિકા તંત્ર હરક્તમાં આવી ખાડાનું બુરાણ કર્યું હતું.