મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના તમામ કર્મચારીઓએ પોતાની વર્ષો જૂની પડતર માંગણીઓને લઈને આજરોજ બાઇકરેલી સ્વરૂપે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના પંચાયત વિભાગ વર્ગ-3ના કર્મચારીઓ ગત 12 તારીખથી પોતાની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાલ ઉપર છે. અને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ અચોક્કસ મુદતની હડતાલ અંગે બીજો અન્ય આદેશ ન કરે ત્યાં સુધી હડતાલમાં જોડાયેલા રહેશે. મુખ્ય ત્રણ પ્રશ્નોના સરકાર ઠરાવ, જી.આર.આર પરિપત્રો ન આપે ત્યાં સુધી આ હડતાલ શરૂ રહેશે. અંતમાં પડતર માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા આવેદનના અંતે જણાવ્યું છે.