મોરબી : તાજેતરમાં તપોવન આશ્રમ મોહેરા, મહેસાણા ખાતે ગોપાલભાઈ વસ્તાભાઈ કસુન્દ્રા, જગદીશભાઈ રામજીભાઈ ભાડજા અને મુકેશભાઈ રામજીભાઈ ભાડજા દ્વારા હોમાત્મક શિવ લઘુરુદ્ર મહાયજ્ઞ યોજાયો હતો.જેમાં યજ્ઞ પ્રારંભ સવારે ૮ કલાકે અને યજ્ઞ પૂર્ણાહુતિ બપોરે ૪ કલાકે થયો હતો. આ ધાર્મિક કાર્યનો લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.