મોરબી : મોરબીની આદર્શ નિવાસી શાળામાં 2003 અને 2006 દરમિયાન અભ્યાસ કરેલ વિદ્યાર્થી જે હાલ શાળા પ્રત્યેની લાગણી હોય તો શાળાએ આવીને 200 વિદ્યાર્થીઓને લખવા માટેના પેડ ભેટ આપેલ છે. આ પ્રસંગે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એલ વી લાવડીયા અને મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી મોરડીયા તથા આદર્શ નિવાસી શાળાના આચાર્ય એસી પટેલ દ્વારા ભૂતપૂર્વક વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી મોરડીયા દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીને ઋણ અદા કરી સમાજમાં એક પ્રેરણા રૂપ બને છે. ભવિષ્યમાં પણ બાળકો શાળા પ્રત્યેની આવી લાગણી ધરાવે અને સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કે ડી કાંજિયા દ્વારા કરવામાં આવ્યું હતું.