મોરબી : મોરબી જિલ્લામાં આજે સોમવારે કોરોનાના નવા 4 કેસ નોંધાયા છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 23 થયા છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 545 દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં મોરબી શહેરના 2, મોરબી ગ્રામ્યના 1 અને માળિયા ગ્રામ્યના 1 મળી 4 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ આજે મોરબીના 2 અને હળવદના 1 મળી કુલ 3 દર્દી રિકવર થયા છે. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ વધીને 23 થઈ ગયા છે.