પાંચ ફૂટના બરફના શિવલિંગ બનાવી 151 દીપમાળા કરાઇ મોરબી : મોરબીના મૂંઢીયા સ્વામી આશ્રમ ખાતે શ્રાવણી અમાસ નિમિતે ભંડારો યોજવામાં આવ્યો હતો. આ સાથે 5 ફૂટના બરફના શિવલિંગ બનાવી 151 દીપમાળા કરવામાં આવી હતી. શ્રાવણમાસ દરમિયાન મોરબી ભક્તિમય બન્યું હતું, ત્યારે શ્રાવણી અમાસના દિવસે મોરબીના સુભાષ રોડ પર આવેલા મુંઢીયા સ્વામીજીની જગ્યા ખાતે 5 ફૂટનું બરફનું શિવલિંગ બનાવવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. આ સાથે 151 દીવાની દીપમાળા, મહાઆરતી,પૂજા-અર્ચના સહિતના કાર્યક્રમો યોજાયા હતા. શ્રાવણ માસના અંતિમ દિવસે મુંઢીયા સ્વામીની જગ્યા ખાતે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 700થી વધુ લોકોએ ભંડારનો પ્રસાદ લીધો હતો.