યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઇ રબારીએ પુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી મોરબી : મોરબી દરેક પ્રસંગની અનોખી ઉજવણી માટે સમગ્ર મોરબીવાસીઓ માટે રોલ મોડેલ બનેલા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની આ ગ્રુપની પરંપરા એટલે આપવાના આનંદ હેઠળ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આપવાના આનંદ એટલે આપણી ખુશી બીજા સાથે વહેંચીને પોતે ખુશી અનુભવી એ મુજબ તેઓએ પુત્રના જન્મદિવસે ગરીબ બાળકોને ભાવતા ભોજનીયા કરાવીને અન્યોને પ્રેરણાબળ પૂરું પાડ્યું હતું. દેવેનભાઈ રબારી પોતાના શબ્દોમાં જણાવે છે કે, યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા છે કે, જન્મદિવસની ઉજવણી કંઈક અલગ રીતે સામાજિક ચેતના જાગૃત કરતી અને સામાજિક નિસ્બત સંબંધી ઉજવણી કરી મનાવવી. આવી જ ભાવના સાથે મારા પુત્ર ચિ.મયંકના જન્મદિવસ નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા અનુસાર જન્મદિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે 'આપવાનો આનંદ ' કાર્યક્રમ હેઠળ મોરબી શહેર વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટી તથા પછાત વિસ્તારનાં બાળકોમાં સામાજિક સમરસતા કેળવાય તેવા હેતુથી બાળકોને ભાવતા પીઝા અને દાબેલી સહિતનું ભાવતું ભોજન કરાવીને તથા જન્મદિવસે ગાય માતાની સેવા કરી આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા મેળવી હતી. જન્મદિવસની ઉજવણી કરી આપવાનો આનંદ મેળવી ચેતન્ય સમા ઈશ્વર એવા બાળ દેવતાઓ ને રાજી કરી મારા પુત્ર ચિ.મયંક માટે આશીર્વાદ મેળવી ધનીયતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. અમારા જેવો જ આનંદ બીજા લોકો પણ પોતાના પ્રિયજનોના જન્મદિન અવસરે અનોખી રીતે આપવાનો આનંદ મેળવે એવી તેમણે અપેક્ષા વ્યક્ત કરી હતી.