મોરબી: અમરનાથમાં આવેલા બાબા બર્ફાનીના દર્શનનું મહત્વ અનેરું છે. અમરનાથ યાત્રા દરમિયાન લાખો શિવ ભક્તો બાબા બર્ફાનીના દર્શન કરવા માટે જતા હોય છે. ત્યારે શ્રાવણ માસમાં મોરબીની એક દીકરીએ અમરનાથ જઈને બાબા બર્ફાનીના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ અમરનાથ જવું શક્ય ન હોય ત્યારે માતાએ ઘરે જ અમરનાથ જેવી બરફની શિવલિંગ બનાવીને દીકરીની આ ઈચ્છા પૂર્ણ કરી હતી. મોરબીની પ્રાચીએ અમરનાથ જઈને બાબા બર્ફાનીના દર્શન કરવા માટેની ઈચ્છા તેઓના માતા સાધનાબેન હરેશભાઈ શ્રીમાળી સમક્ષ વ્યક્ત કરી હતી. પરંતુ માતાએ દીકરીને જણાવ્યું હતું કે હાલ અમરનાથ જવું શક્ય નથી. ત્યારે સાધના બહેનને દીકરીની આ ઈચ્છા પૂર્ણ કરવા માટે એક અનોખો વિચાર આવ્યો હતો અને તેમણે જાતે જ ઘરે અમરનાથ જેવી બરફની શિવલિંગ બનાવીને દીકરીને દર્શન કરાવવાનું વિચાર્યું હતું. ત્યારબાદ સાધનાબેન શ્રીમાળીએ ઘરે જ અમરનાથ જેવી આબેહૂબ બાબા બર્ફાનીની શિવલિંગ બનાવી હતી અને શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે અમાસના દિવસે દીકરીને આ શિવલિંગના ઘરે જ દર્શન કરાવ્યા હતા. આમ માતાએ દીકરીની ઈચ્છા પૂર્ણ કરી હતી.