મોરબી : મોરબી જિલ્લામાં આજે શનિવારે કોરોનાનો નવો 1 કેસ નોંધાયો છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 20 થયા છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 456 દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં મોરબી ગ્રામ્યમાં 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ મોરબીના 2 દર્દી રિકવર થયા છે. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ 20 થઈ ગયા છે.