મોરબી : મોરબી શહેરના વિશિપરા વિસ્તારમાં રોહીદાસપરા મેઇન રોડ ઉપર ચાર ગોદામ પાછળ જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી અલીયાસભાઇ અબ્દુલભાઇ કટીયા, ઉમરફારૂક હારૂનભાઇ માણેક, શબ્બીરભાઇ હારૂનભાઇ માણેક અને હનીફાબેન અબ્બાસભાઇ બુચરને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ પોલીસે રોકડા રૂપીયા 15350 કબ્જે કરી ચારેય વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.