મોરબી : મોરબીના માત્ર 11 વર્ષના બાળકે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન 30 ઉપવાસ કરી શિવભક્તિનું અનેરું અનુષ્ઠાન કરી ધન્યતા અનુભવી છે. યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્ય એવા આનંદભાઈ સિંધવના પુત્ર શાન સિંધવ જેઓ સરસ્વતી શિશુ મંદિર શનાળા ખાતે ધોરણ છ માં અભ્યાસ કરે છે, તેઓએ નાની ઉંમરે માતા-પિતાની પ્રેરણાથી સૌપ્રથમ વખત પવિત્ર શ્રાવણ માસના 30 ઉપવાસ સ્વસ્થતાથી પૂર્ણ કર્યા છે. શાન સિંધવ ભક્તિમાં વધારે રસ રુચિ ધરાવતા હોય જેથી આ 30 દિવસના ઉપવાસ કરી શક્યા હોવાનું જણાવ્યું હતું.