હળવદ : હળવદના ટિકર નજીક તળાવ કાંઠે ચાલતા જુગાર ઉપર પોલીસે રેઇડ પાડી 5 શખ્સોને રૂ. 17 હજારની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે નાસી છૂટેલા 3 શખ્સોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસે ટીકર ગામ તરફથી જુના ઘાંટીલા જવાના રોડ પર આવેલ લખીહર તળાવના કાંઠે ચાલતા જુગાર ઉપર દરોડો પાડી ઘનશ્યામભાઈ ચતુરભાઈ રંભાણી, હરેશભાઈ ભીખાભાઈ ઝીંઝુવાડીયા,હમીરભાઈ લાભુભાઈ મહાલીયા, ઈશ્વરજીભાઈ રતુજીભાઈ અંબારીયા, કમલેશભાઈ માત્રાભાઈ સોરીયાને રૂ. 17,700ની રોકડ મળી કુલ રૂ. 62,700ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે. જ્યારે ફરાર થયેલા ચંદુભાઈ માંડણભાઈ રંભાણી, નિલેશભાઈ ઘનશ્યામભાઈ કોળી, અમર ઉર્ફે મુન્નો ચંદુભાઈ સુરેલાને પકડી પાડવા શોધખોળ હાથ ધરી છે. આ કામગીરીમાં પીઆઇ એમ.વી.પટેલ, પો.હેડ.કોન્સ. કિશોરભાઇ સોલગામા, પો.કોન્સ. દેવેન્દ્રસિંહ ઝાલા, ગંભીરસિંહ ચૌહાણ, પો.કોન્સ. બીપીનભાઇ પરમાર,કમલેશભાઇ પરમાર રોકાયેલ હતા.