નાગાબાવાના મેળા નજીક બાંકડા ઉપરથી પડી ગયેલા આધેડનું મૃત્યુ વાંકાનેર : વાંકાનેર તાલુકાના આણંદપર ગામે પથ્થરની ખાણમાં ટ્રક સાફ કરી રહેલા યુવાન ઉપર લોડરમાંથી વેસ્ટ પથ્થર પડતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય એક બનાવમાં નાગાબાવા મેળા નજીક બાંકડા ઉપરથી પડી ગયેલા આધેડનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના આણંદપર ગામે દશરથસિંહ ઝાલાની ખાણમા વિપુલભાઇ હમિરભાઇ ગેલડિયા ઉ.25 નામનો યુવાન ગાડીનું ઠાઠું સાફ કરતો હતો ત્યારે લોડર ચાલકે વેસ્ટ પથ્થરો નાખતા પથ્થર નીચે દબાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બીજી ઘટનામાં વાંકાનેર નાગાબાવાના મેળા પાસે ખોડીયાર હોટલ સામે જયેન્દ્રસીંહ પૃથ્વીરાજસીંહ ઝાલા ઉ.55 રહે. રાતીદેવળી વાળા બાંકડા ઉપરથી પટકાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું.