મોરબી : મોરબીના શોભેશ્વર રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા છ આરોપીઓને એલસીબીની ટીમે ઝડપી પાડી રોકડા રૂ. ૫૫,૮૦૦/- નો મુદામાલ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. એલસીબીની ટીમે બાતમી રાહે મળેલ હકિકત આધારે શોભેશ્વર રોડ, એરોસ સીરામીક સામે ખોડીયાર કરીયાણાની દુકાનની બાજુમાં જાહેરમાં ગંજીપતાના પાના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમતા ધનજીભાઇ વલ્લભભાઇ વરાણીયા ઉવ-૩૩, મનોભાઇ બટુકભાઇ વરાણીયા ઉવ-૩૦, હકાભાઇ લાલજીભાઇ સનુરા ઉવ-૩૬, પ્રકાશભાઇ સોમાભાઇ પાટડીયા,બટુકભાઇ ધનજીભાઇ ભોજવીયા/કોળી ઉ.વ.૩૨, અર્જુનભાઇ જયસુખભાઇ વરાણીયાકોળી ઉવ-૨૦ રહે. બધા મોરબીવાળાની રોકડા રૂપીયા-૫૫,૮૦૦/- સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીઆઇ એન.બી.ડાભી, પીએસઆઇ એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ તથા AHTU મોરબીના સ્ટાફના માણસો રોકાયેલ હતા.