મોરબી : બાળકો તેમજ સગર્ભાઓની ઇમ્યુનિટી વધારવા માટે આવતીકાલે શુક્રવારે તારીખ 26 ઓગસ્ટના રોજ વિનામૂલ્યે 34 મો આયુર્વેદિક સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ મોરબીમાં યોજાશે. મોરબીમાં સોરઠીયા લુહાર વાડી ખાતે આવતીકાલે તારીખ 26 ઓગસ્ટના રોજ સવારે 10-30 થી 1 અને સાંજે 4-30 થી 6 વાગ્યા દરમિયાન 6 મહિનાથી 12 વર્ષ સુધીના બાળકો માટે વિનામૂલ્યે આયુર્વેદિક રસીકરણ સૂવર્ણપ્રાશનના ટીપાનો કેમ્પ યોજાશે. વધુ માહિતી માટે રાજ પરમાર ૯૭૨૨૬ ૬૬૪૪૨ સંપર્ક કરવાનું જણાવ્યું છે.