સવારના 8 થી બપોરના 3 વાગ્યા સુધી વીજકાપ રહેશે મોરબી : લાઈનકામ અને નવા ટી.સી. ઉભા કરવાની કામગીરીને પગલે મોરબી શહેરમાં આવતીકાલે શુક્રવારે સવારના 8 થી બપોરના 3 વાગ્યા સુધી વીજ કાપ લાદવામાં આવ્યો છે. આવતીકાલ તા.26ને શુક્રવારનાં રોજ પીજીવીસીએલ મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી અવધ ફીડર હેઠળના વિસ્તારમાં સવારે 8 વાગ્યા થી બપોરના 3 વાગ્યા સુધી નવી લાઈનના કામ અને નવા ટી.સી. ઉભા કરવાની કામગીરી માટે વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. વધુમાં વીજ કાપને કારણે આદીનાથ સોસાયટી, અમરનાથ સોસાયટી, આંબાવાડી, અમી પેલેસની બાજુનો વિસ્તાર, અવધ સોસાયટી, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, સત્કાર પાર્ટી પ્લોટ વાળો વિસ્તાર, મશાલની વાડી, સરદાર નગર 1,2 કણકડાની વાડી, મરીન ડ્રાઇવ, ઓમ પાર્ક, શ્રીકુંજ, વિજયનગર સોસાયટી, છાત્રાલય રોડ, નાની કેનાલ રોડ, શ્રીજી પાર્ક વગેરે વિસ્તારમાં પાવર બંધ રહેશે.