આજે સવારથી અત્યાર સુધીમાં મોરબીમાં સાડા ત્રણ ઇંચ અને ટંકારામાં અડધો ઇંચ વરસાદ મોરબી : મોરબીમાં આજે મેઘરાજા મન મુકીને વરસ્યા છે. સાંજે 6થી રાત્રે 12 વાગ્યા સુધીમાં સવા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. આ સાથે જિલ્લાભરમાં આજે વરસાદી વાતાવરણ રહ્યું છે. મોરબી પંથકમાં થોડા દિવસના વિરામ બાદ આજે ફરી મેઘરાજાએ દેખા દઈને ધમાકેદાર રીએન્ટ્રી કરી છે. ખાસ મોરબી શહેરમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. આજે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં માત્ર 6 મિમી વરસાદ નોંધાયો હતો. પણ ત્યારબાદ મેઘરાજાએ સટાસટી ચાલુ કરી હતી. જેમાં સાંજે 6થી 8 વાગ્યા સુધીમાં 26 મિમી, ત્યારબાદ રાત્રે 8થી 10 વાગ્યા સુધીમાં 8 મિમી અને ત્યારબાદ રાત્રે 10થી 12 વાગ્યા સુધીમાં 45 મિમી વરસાદ પડ્યો છે. આમ આખા દિવસનો આજે 85 મિમી એટલે કે સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લી છ કલાકમાં સવા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. સવારે 6થી રાત્રે 12 વાગ્યા સુધીનો વરસાદ મોરબી : 85 mm ટંકારા : 14 mm માળિયા : 8 mm વાંકાનેર : 8 mm હળવદ : 8 mm