વાંકાનેર : વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામે પાવર હાઉસ પાછળ જાહેરમાં જુગાર રમી રહેલા ભીખુભા મોતીસિંહ ચુડાસમા, ગગજીભાઇ કાળાભાઇ ગોરીયા, ગોપાલભાઇ છગનભાઇ છાપરા, હરદેવસિંહ મહીપતસિંહ ગોહિલ, સવજીભાઇ ગોબરભાઇ શીયાળ અને પ્રતાપભાઇ નાગરભાઇ ભુસડીયાને વાંકનેર તાલુકા પોલીસ રોકડા રૂપિયા 14,400 સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.