મોરબી : શ્રાવણ માસ હવે પૂર્ણતાના આરે છે ત્યારે ભક્તો ભગવાન ભોળાનાથને રિઝવવા માટે વિધવિધ રીતે પૂજા અર્ચના કરી રહ્યા છે. ત્યારે મોરબીના આશરે 500 વર્ષ જૂના પ્રાચીન ભગવાન કુબેરનાથ મહાદેવના મંદિરે બર્ફાની બાબા અમરનાથ મહાદેવના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. કુબેરનાથ મહાદેવ મંદિર ખાતે 111 ફૂટના રસ્તામાં અમરનાથના બાબા બર્ફાની શિવલિંગના દર્શન ગોઠવવામાં આવ્યા છે જેનો લાભ લેવા માટે મંદિરના ટ્રસ્ટી મંડળ તેમજ કુબેરનાથ મહાદેવ મંદિરના મહંત વિજય ગિરિ સ્વ.આનંદગિરિ મોહનગીરી ગોસ્વામી પરિવાર અને કુબેરનાથ મિત્ર મંડળના સભ્યો દ્વારા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવાયું છે.