સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી ધાણાની આવક : ઘઉં ટુકડાનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ મોરબી : વાંકાનેર માર્કેટ યાર્ડમાં આજે તા.22 ઓગસ્ટના રોજ સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી ધાણાની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ ઘઉં ટુકડાનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે વાંકાનેર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ નીચે મુજબ રહ્યા હતા. મોરબી માર્કેટ યાર્ડમાં ઘઉંની 100 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.444 અને ઊંચો ભાવ રૂ.477, ઘઉં ટુકડાની 80 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.440 અને ઊંચો ભાવ રૂ.475,જુવારની 2 ક્વિન્ટલ આવક જેનો ઊંચો ભાવ રૂ.740,તલની 1 ક્વિન્ટલ આવક જેનો ઊંચો ભાવ રૂ.2280,ચણાની 4 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.780 અને ઊંચો ભાવ રૂ.874, ધાણાની 0.5 ક્વિન્ટલ આવક જેનો ઊંચો ભાવ રૂ.2078,જીરુંની 5 15 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.4000 અને ઊંચો ભાવ રૂ.4521,રજકોની 5 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2676 અને ઊંચો ભાવ રૂ.4381 રહ્યો હતો.