મોરબી : રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ રાજકોટમાં ચાલી રહેલો આઝાદીનો અમૃત લોકમેળો એક દિવસ લંબાવવાની જાહેરાત કરી છે. આ અંગે તેમણે જણાવ્યું છે કે, મેળાને વધુ એક દિવસ લંબાવવા લોકોની માંગણીને ધ્યાને લઈને તેમજ શ્રાવણ માસનો સોમવાર આવતો હોવાથી લોકો મેળો મન ભરીને માણી શકે તે માટે મેળો એક દિવસ લંબાવવાનો નિર્ણય લેવાયો છે. હવે મેળો ૨૨મી ઓગસ્ટ સુધી ચાલશે.