મોરબી : મોરબી જિલ્લામાં આજે રવિવારે કોરોનાના નવા એકેય કેસ નોંધાયા નથી. આજની સ્થિતિએ એક્ટિવ કેસ ઘટીને 19 થયા છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 122 દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં કોઈ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા નથી. બીજી તરફ મોરબીના 4, હળવદ 1 અને માળીયા 1 દર્દી મળી 6 દર્દી રિકવર થયા હતા. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 19 થઈ ગયા છે.