મોરબી : મોરબી વિજતંત્ર દ્વારા આગામી તા.23, 24, 25 અને 31 ઓગસ્ટ દરમિયાન મેઇન્ટનન્સ કામગીરીને કારણે ઢુંવા, ભોજપરા, રાતાવીરડા, થાન અને લુણસર - મંડલાસર સબ સ્ટેશનમાં વિજકાપ લાદવામાં આવ્યો છે. મોરબી ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન દ્વારા આગામી તા. 23ને મંગળવારના રોજ 66 કેવી ઢુંવા સબ સ્ટેશનમાં સવારે 9થી 12 વિજકાપ લાદવામાં આવ્યો છે. એ જ રીતે તા.24ને બુધવારે 66 કેવી ભોજપરા અને રાતાવીરડા સબ સ્ટેશનમાં સવારે 8થી બપોરે 4 વાગ્યા સુધી મરામત કામગીરીને કારણે વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. જ્યારે તા.25ના રોજ 66 કેવી થાન સબ સ્ટેશનમાથી નીકળતા આંશિક ફીડરમાં સવારે 8થી બપોરે ચાર વાગ્યા દરમિયાન રીપેરીંગ કામને કારણે વીજપુરવઠો બંધ રહેશે. આ ઉપરાંત તા.31 ઓગસ્ટના રોજ 66 કેવી લુણસર અને મંડલાસર સબસ્ટેશન હેઠળ આવતા વિસ્તારોમાં સવારે 8થી બપોરના ચાર વાગ્યા દરમિયાન વીજપુરવઠો બંધ રાખવામાં આવનાર હોવાનું જાહેર કરાયુ છે.