વાંકાનેર : વાંકાનેર તાલુકાના કાનપર અને રાતડીયા ગામની સીમમાં વાંકાનેરની સંસ્કૃતિ વિદ્યાલયની બસે બાઈક ચાલક યુવાનને હડફેટે લેતા ગંભીર ઇજાઓ થતા યુવાનનો સારવાર દરમિયાન પગ કાપવો પડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.5 ઓગસ્ટના રોજ બાઈક લઈને જઈ રહેલા વાંકાનેર તાલુકાના કાનપર ગામના મહમદઅશીર ગુલામહુશેન બાદીને વાંકાનેરની સંસ્કૃતિ વિદ્યાલયની બસ નંબર GJ-01-XX-8733ના ચાલકે હડફેટે લેતા બાઈક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન આ યુવાનનો પગ કાપવો પડ્યો હતો. અકસ્માતની આ ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે આઈપીસી કલમ ૨૭૯,૩૩૭,૩૩૮ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.