મોરબી : મોરબીના લખધીરપૂર ગામ પાસે આલ્ફા ફેક્ટરી નજીક કોઈ શ્રમિકનું 9 વર્ષનું બાળક રમતા રમતા મચ્છુ કેનાલમાં પડી ગયું હતું. આ ઘટના અંગે મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાને જાણ થતાં તેઓએ તાકીદે કેનાલમાં પડી ગયેલા બાળકને શોધવા તેમજ આ માટે કેનાલમાં પાણી બંધ કરાવવા મોરબીના અધિક કલેકટર મુછારને સૂચના આપવામાં આવી હતી. જેથી સિંચાઈની સૌની યોજના કેનાલનો ગેટ તાકીદે બંધ કરાવીને બાળકની શોધખોળ આદરવામાં આવી છે.