લોકોએ મન ભરી મેળાની મોજ માણી : બે વર્ષ બાદ યોજાયેલ મેળામાં આનંદની છોડો ઉડી હળવદ : હળવદમાં ગઈ કાલથી શરૂ થયેલ ચાર દિવસીય લોકમેળોનો ધીરેધીરે રંગ જામતો જતો હોય તેમ આજે વરસાદે વિરામ લેતા સવારથી માનવ મહેરામણ મેળાની મજા માણવા ઉમટી પડયુ હતુ. ગઈ કાલે મેઘરાજાના આગમને પગલે મેળાની મજા બગડી હતી. હળવદમાં આજે મેઘરાજાએ વિરામ લેતા સવારથી જ ગ્રામ્ય વિસ્તારની તેમજ શહેરની જનતા મોટી સંખ્યામા મેળો માણવા ઉમટી પડી હતી. વિવિધ રાઇડોમા બેશીને તેમજ ખાણીપીણીની પણ લોકોએ મોજ માણી હતી.ગઈ કાલે મેળાના પારંભે જ વરસાદને કારણે મેળો માણવા આવેલ લોકો ની મોજ બગડી હતી.! જોકે આજે જન્માષ્ટમીના દિવસે વરાપ નિકળતા જ લોકોને મેળો માણવાની અનોખી મોજ પડી ગઇ હતી.હળવદના લોકમેળામા આજે સવારથી સાંજ સુધી ગ્રામ્યવિસ્તારના લોકો ઉમટી પડ્યા હતા જ્યારે સાજના ૭ વાગ્યા બાદ શહેરીજનો મેળામા આગમન કર્યું હતું અને મોડી સાંજ સુધી મેળાની મજા માણી હતી. ખાસ કરીને હળવદ ભવાની ભુતેશ્વર મંદિર ખાતે યોજાતા લોકમેળામાં જન્માષ્ટમીના દિવસે સવારથી જ મોડી સાંજ સુધી મેળો યોજાતો હોય છે બાકી સાતમ,નોંમ અને દશમ સાંજના મેળો યોજાતો હોય છે આજે આખો દિવસ યોજાયેલ મેળામાં લોકોએ ખાણીપીણીની મોજ સહિત વિવિધ રાઇડોમા બેસીને ચીચીયારીઓ કરતા નજરે પડતા હતા. હજુ રવિવાર સધી લોકમેળો ચાલુ રહેવાનો હોય આથી લોકો પણ બે દિવસ સુધી મેળાની મોજ માણવા આતુર છે.હળવદ નગરપાલીકા અને રાધેશ્યામ મીત્ર મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલ લોક મેળામાં લોકો મુક્ત મને મેળાની મજા માણી રહ્યા છે. બીજી તરફ હળવદ પોલીસ દ્વારા પણ મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે.