આજે અનેક ઘરોમાં કાનુડાના જન્મની તૈયારીઓ ચાલી રહી છે. કોઇ પ્રસાદ બનાવવામાં વ્યસ્ત છે, તો કોઇ ઘરને ડેકોરેટ કરવામાં વ્યસ્ત છે. આ સાથે જ અનેક લોકો કાનુડાને લગતી વસ્તુઓ લેવા માટે બજારમાં દોડાદોડી કરી રહ્યા છે. આજકાલ માર્કેટમાં પણ ભીડ જોવા મળી રહી છે. આમ, જો વાત કરીએ તો કાનાને માખણ તો ભાવે છે પણ એની સાથે-સાથે પંજરી પણ એટલી જ પ્રિય હોય છે. તો તમે પણ કૃષ્ણ ભગવાનને પ્રિય એવી પંજરી ધરાવો. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો પંજરી... સામગ્રી:- 2 કપ ધાણા પાવડર(ધાણાજીરું) 1 કપ ખાંડ 3 કપ ઘી 2 કપ ડ્રાયફ્રૂટ્સ ઇલાયચી પાવડર બનાવવાની રીત:- પંજરી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણ લો અને એમાં ઘી ગરમ કરવા મુકો. ત્યારબાદ આ ઘીમાં બધી વસ્તુઓ નાંખીને રોસ્ટ કરી લો અને પછી એક પ્લેટમાં લઇ લો. રોસ્ટ કરતી વખતે ખાસ ધ્યાનમાં એ રાખો કે તમારે ગેસ ઘીમો રાખવાનો છે. જો તમે ફાસ્ટ ગેસે કરશો તો બળવા લાગશે અને ટેસ્ટમાં પણ સારી બનશે નહિં. હવે એક બાઉલ લો અને એમાં ધાણાજીરું લો. ત્યારબાદ આમાં ખાંડ એડ કરો અને બરાબર મિક્સ કરી લો. હવે આમાં સુકામેવાનો પાવડર મિક્સ કરો. સુકામેવા એડ કર્યા પછી ઇલાયચી પાવડર મિક્સ કરો અને આ બધી જ વસ્તુઓને હવે બરાબર મિક્સ કરી લો. જો તમે પંજરીમાં માવો મિક્સ કરવા ઇચ્છો છો તો માવો પણ એડ કરી શકો છો. તો તૈયાર છે પંજરી પંજરી તમે આ રીતે બનાવશો તો ટેસ્ટમાં મસ્ત બનશે અને બહાર જેવી જ બનશે. ઘણાં ઘરોમાં પંજરી લોકોને બહુ ભાવતી હોય છે. જો કે દરેક લોકોથી પંજરી ટેસ્ટમાં સારી બનતી હોતી નથી, પરંતુ જો તમે આ રીતે બનાવશો તો ટેસ્ટમાં બહુ મસ્ત બનશે અને તમને ખાવાની પણ મજા આવશે.