શનાળા પટેલ સમાજ વાડી તરફથી ગામની ત્રણેય શાળામાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થી ને રૂ.250 ની પ્રોત્સાહક ભેટની (અંદાજે રૂ.65000/-)જાહેરાત તેમજ ભુદરભાઈ કરશનભાઈ પાડલીયા તરફથી દરેક વિદ્યાર્થીઓ ને રૂ.100 ની પ્રોત્સાહક ભેટની(અંદાજે રૂ.25000/-)જાહેરાત કરાઈ પટેલ સમાજ વાડી શકત શનાળામાં આન,બાન,શાન સાથે ધ્વજવંદન સમારોહ યોજાયો મોરબી : સમગ્ર દેશમાં 'આઝાદી નો અમૃત મહોત્સવ' શાનથી ઉજવાયો છે' ત્યારે પટેલ સમાજ વાડી-શકત શનાળા દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ખાસ ગામમાં આવેલી ત્રણ સરકારી શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ભેટ આપવાની પ્રેરણાદાયી જાહેરાત કરવામાં આવી હતી. શનાળા પટેલ સમાજ વાડી ખાતે આન, બાન અને શાનથી 15મી ઓગષ્ટે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પટેલ સમાજ વાડીના પ્રમુખશ્રી નરભેરામભાઈ વશરામભાઈ શીરવી અને મંત્રીશ્રી ભાણજીભાઈ જીવરાજભાઈ પાડલીયાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. સ્વાગત પ્રવચન અને પ્રાસંગિક ઉદબોધન ભાણજીભાઈ પાડલીયા દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે પટેલ સમાજ વાડી ના તમામ કારોબારી સભ્યો, સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, સમાજના આગેવાનો, ગ્રામજનો, કુમાર શાળા, કન્યા શાળા અને પ્લોટ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પટેલ સમાજ વાડી તરફથી ત્રણે શાળામાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થી ને રૂ.250 ની પ્રોત્સાહક ભેટની (અંદાજે રૂ.65000/-)જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે શકત શનાળા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચશ્રી અને પટેલ સમાજ વાડી ના કારોબારી સભ્યશ્રી ભુદરભાઈ કરશનભાઈ પાડલીયા તરફથી ત્રણે શાળાના તમામ વિદ્યાર્થીઓ ને રૂ.100 ની પ્રોત્સાહક ભેટની(અંદાજે રૂ.25000/-) જાહેરાત કરવામાં આવી આવી હતી. સમાજ દ્વારા સમાજ હિતની પ્રવૃતિઓ ની સાથે સાથે ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહક ભેટ આપવાની આ બન્ને જાહેરાત ખૂબ સરાહનીય અને વંદનીય હોય ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી અને શાળા પરિવારે સમાજ અને દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યકમ ને સફળ બનાવવા પટેલ સમાજ વાડી ના કારોબારી સભ્યો અને શાળાના શિક્ષક ભાઈ-બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.સમગ્ર ધ્વજવંદન સમારોહનું સફળતાપૂર્વક સંચાલન રાજ્ય પારિતોષિક એવોર્ડ વિજેતા અને શકત શનાળા પ્લોટ શાળાના શિક્ષક શ્રી હર્ષદભાઈ મારવણીયા એ કર્યું હતું. કાર્યક્રમના અંતમાં પટેલ સમાજ વાડી તરફથી ઉપસ્થિત સૌએ આઈસ્ક્રીમનો રસાસ્વાદ માણ્યો હતો.