મોરબી : મોરબીના જેતપર ગામે જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે. આ આયોજનની વિશેષતા એ છે કે તેમાંથી જે કોઈ ફાળો એકત્ર થશે તેમાંથી વૃક્ષારોપણ કરવામાં આવશે. અંદાજે 1000 જેટલા વૃક્ષો વાવવાનું સમસ્ત ગામ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.