વાંકાનેર તાલુકાના રાતડીયા ગામે બનેલો બનાવ વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતડીયા ગામે મિત્રના ઘેર છાસ બનાવવાનું વલોણું ચાલુ કરવા જતા ઇલેક્ટ્રિક શોક લાગતા વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતડીયા ગામે રહેતા સોંડાભાઇ કાનજીભાઇ મેર ઉ.60 નામના વૃદ્ધ તેમના મિત્ર ધુળાભાઇ લઘરાભાઇ ડાભીના ઘરે છાસ બનાવવા માટે ઇલેક્ટ્રિક વલોણું ચાલુ કરવા જતા ઇલેક્ટ્રિક શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.