શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ અનેકાનેક પ્રસંગોની શરૂઆત થઈ જાય છે અને ત્યારે એમાં આપણે અનેક મુહૂર્તો જોવા જરૂરી હોય જેમકે અને પહેલા પણ આપણે રક્ષાબંધનના વિષયમાં એક લેખ રજૂ કરેલો જેનો ખૂબ પ્રતિભાવ મળેલો એના વિષય ઉપર આવતીકાલે રાંધણ છઠ એટલે કે સાં.૨૦૭૮ ને શ્રાવણ વદ ૬ ને બુધવાર તા ૧૭/૮/૨૨ ના ચૂલા ઠારવા એટલેકે ચૂલિકા અગ્નિ પૂજન ક્યારે કરવું એની ગડમથલ દરેક મહિલાઓ અનુભવતી હોય છે તો, આવતીકાલે તા ૧૭/૮/૨૨ બુધવાર રાંધણ છઠના દિવસે સાંજે ૫:૪૧ થી ૭:૧૭ સુધી લાભ ત્યારબાદ રાત્રે ૮:૪૧ થી રાત્રે૧:૪૧ સુધી શુભ અમૃત અને ચલ ચોઘડિયા શુભ છે બીજા દિવસે ૧૮/૮/૨૨ ના ગુરૂવારે શીતળા સાતમ છે. અને ૧૯/૮/૨૨ શુક્રવારે જન્માષ્ટમી નંદોત્સવ છે.આ દિવસે સવારે ચૂલા પ્રગટ કરી શકાય. જેમાં સવારે ૬:૨૫ થી ૧૧:૧૪ સુધી માં ચલ લાભ અમૃત ચોઘડિયા શુભ છે. પૂજ્ય આચાર્ય જીજ્ઞેશભાઇ પંડ્યા(ગોલ્ડ મેડાલિસ્ટ કાશી વારાણસી મોરબીમાં કાશી ના એક માત્ર વિદ્વાન)જ્યોતિષાચાર્ય,સાહિત્યાચાર્ય, ભાગવતાચાર્ય,M.A. સંસ્કૃત ૯૪૨૬૯૭૩૮૧૯,ગણનાથ જ્યોતિષ કાર્યાલય ક્રિષ્ના ચેમ્બર ઓ.નં. 5 વસંત પ્લોટ મેઈન રોડ ચકિયા હનુમાનની બાજુમાં