આઠમના દિવસે રાત્રે ૧૨ કલાકે મટકી ફોડ કાર્યક્રમ ઊજવાશે મોરબી : મોરબીમાં સોઓરડી વિસ્તાર શાકમાર્કેટ ચોક જારીયા પાન પાસે જન્માષ્ટમી મહોત્સવ કાર્યક્રમમાં ૧૫મી ઓગષ્ટના દિવસે ભારત માતા મંદિર પ્રોજેક્ટ મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ભારત માતા મંદિરનો પ્રોજેક્ટ તા ૧૫-થી-૧૯ તારીખ સુધી ખુલ્લો રહેશે આ પ્રોજેક્ટ વિષ્ણુ જે. મજેઠીયા દ્વારા બનાવવામાં આવ્યો હતો પ્રોજેક્ટ બનાવામાં ૧૨ દિવસની મહેનત કરી હતી. દેશના નાગરીકને જાગૃત કરવા અને ગુજરાતમા કોઈપણ ખુણે મોટુ વિશાળ જગ્યામાં ભારતમાતાનું મંદિર બનાવવામાં આવે તેવી સરકાર પાસે અપેક્ષા રાખીસીએ સાથે જારીયા પાન શાકમાર્કેટ ચોક સોઓરડી વિસ્તારમાં આઠમના દિવસે રાત્રે ૧૨ કલાકે મટકી ફોડ કાર્યક્રમ ઊજવાશે તેમ સર્વે સમસ્ત સો.ઓરડી વિસ્તાર ગુપ મોરબી દ્વારા જણાવાયું છે.