મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તેમજ લિયો કલબ ઓફ મોરબી સિટી દ્વારા આઝાદીના 75માં અમૃત મહોત્સવ કીડ્ઝી સેવી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ઉજવવામાં આવ્યો હતો. લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તેમજ લિયો કલબ ઓફ મોરબી સિટી દ્વારા યોજાયેલ 15મી ઓગસ્ટના રોજ લાયન્સ કલબ સૌરાસ્ટ્ર કચ્છનાં દ્વિતિય વાઈસ ડિષ્ટ્રક્ટ ગવર્નર રમેશ રૂપાલાનાં હસ્તે કરવામાં આવ્યું હતું.આ તકે લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીનાં પ્રમુખ જગદીશભાઈ કાવર,સેક્રેટરી કેશુભાઇ દેત્રોજા,કલબના હોદેદારો અમૃતલાલ શુરાણી,પ્રાણજીવનભાઈ રંગપરિયા , લાયન રશ્મિકા રૂપાલા,લિયો ક્લબના પ્રમુખ ક્રિષ્ના રૂપાલા, ટ્રેઝરર પ્રિન્સ દેત્રોજા,લિયો બંસી રૂપાલા, લિયો ચાર્મીબેન, લિયો વાસુ રૂપાલા અને સભ્યોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સ્કૂલના નાના બાળકોએ દેશ ભક્તિનાં વિવિધ કાર્યક્રમો રજૂ કરીને 75માં આઝાદીના અમૃત મહોત્સવને આન બાન શાનથી ઉજવવામાં આવ્યો હતો. સ્વાગત સ્કૂલના ટ્રસ્ટી બીનાબા રાઠોડે કરેલ જ્યારે આભાર વિધિ સ્કૂલના ટ્રસ્ટી લાયન વિરેન્દ્રસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવેલ હતી.કાર્યક્રમનું સંચાલન વૈશાલીબેન ત્રિવેદીએ કરેલ હતું.