મોરબી : મોરબી જિલ્લામાં આજે આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે દેશને આઝાદી મળ્યાના 75 વર્ષ પુરા થયાની શાનદાર ઉજવણી કરવમાં આવી છે. આ ઐતિહાસિકક્ષણની ઉજવણીમાં લોકોની સાથે રાષ્ટ્રીયપક્ષી મોર પણ રાષ્ટ્ભક્તિના રંગે રંગાયો હોય એવું ચિત્ર સામે આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના વિરપરડા ગામે ગ્રામ પંચાયત કચેરી ઉપર સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિતે ગૌરવભેર રાષ્ટ્રધ્વજ ફરકવામાં આવ્યો હતો ત્યારે ગ્રામ પંચાયત કચેરી ઉપર રાષ્ટ્ધ્વજ લહેરાતાની સાથે ક્યાંકથી અચાનક આવી ચડેલા રાષ્ટ્રીયપક્ષી મોરે પણ મીઠો ટહુંકો આપીને રાષ્ટ્ધ્વજને સલામી આપી હતી. આ અદભુત દ્રશ્યને ગ્રામવાસીઓએ મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધું હતું.