મોરબી : મોરબીમાં આજે શિવભક્તિ અને રાષ્ટ્ભક્તિના અનેરા દર્શન જોવા મળ્યા હતા. જેમાં મોરબીના નવલખી રોડ ઉપર અમૃતપાર્ક સામે આવેલ મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે શ્રાવણ મહિનાનો પવિત્ર સોમવાર હોવાથી શિવભક્તિ વ્યક્ત કરવા ઉપરાંત આજે 15 ઓગસ્ટ આઝાદી કા અમૃત મહોત્સવ હોવાથી દેશ પ્રત્યેની ભાવના વ્યક્ત કરવા મોરબીના સેવાભાવી યુવાન ચિરાગભાઈ રાવલ દ્વારા મીની અમરનાથ એટલે બરફની શિવિલીગ સાથેના આમનાથ દાદાની આબેહૂબ પ્રતિકૃતિ બનાવીને ખુલ્લી મુકવામાં આવી હતી. તેમજ આમનાથ દાદાની આબેહૂબ પ્રતિકૃતિમાં રાષ્ટ્ધ્વજ લહેરાવીને ભગવાન શિવની આરાધના સાથે રાષ્ટ્ પ્રેમ પણ વ્યક્ત કરાયો હતો.