મોરબી : દેશને આઝાદી મળ્યાના 75 વર્ષ પૂર્ણ થતા આઝાદી કા અમૃત મહોત્સવની દેશભરમાં ઉજવણી થઇ રહી છે ત્યારે મોરબીના આર્ટિસ્ટ કમલેશ નગવાડીયાએ સ્વતંત્રતા પર્વે પેન્સિલની લીડ ઉપર અઝાદી કા અમૃત મહોત્સવ લોગો તેમજ ઇસરોના રોકેટની પ્રતિકૃતિ અંકિત કરી દેશભક્તિની ભાવના રજૂ કરી હતી.