ગત વર્ષે સંસ્કૃત ભારતી દ્વારા લેવાયેલી પરીક્ષામાં મોરબીનું ઉત્કૃષ્ટ પ્રદર્શન રહ્યું હતું મોરબી : દર વર્ષે સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત ગૌરવ પરીક્ષા લેવામાં આવે છે. ગત વર્ષે લેવાયેલી આ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં સંખ્યાની દૃષ્ટિએ પ્રથમ નંબરે મોરબીની સાર્થક વિદ્યામંદિર ,દ્વિતીય નંબરે નાલંદા વિદ્યાલય અને તૃતિય નંબરે મોરબીની શિશુમંદિર રહી હતી. ગત જુલાઇ માસમાં જૂનાગઢના ચાપરડા ખાતે યોજાયેલ પ્રાંતીય સંમેલનમાં મોરબીની આ ત્રણ શાળાઓને સન્માન એવૉર્ડ આપવામાં આવ્યો હતો. આજરોજ સાર્થક વિદ્યામંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત જયશંકર ભાઈ રાવલ (અધ્યક્ષ, સંસ્કૃત બોર્ડ ગુજરાત રાજ્ય, અધ્યક્ષ સૌરાષ્ટ્ર પ્રાંત સંસ્કૃત ભારતી)ની હાજરીમાં આ સન્માનની વિશેષ નોંધ લેવાઈ હતી. આજરોજ સાર્થક વિદ્યામંદિર ખાતે યોજાયેલ ત્રિવિધ કાર્યક્રમ(15 મી ઓગસ્ટ, સંસ્કૃત સપ્તાહની ઉજવણીનું સમાપન તેમજ જન્માષ્ટમીની ઉજવણી)માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપનાર મોરબીના તમામ 28 કેન્દ્રોના પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું .તેઓને સંસ્કૃત ગૌરવ પરીક્ષાના કેન્દ્રો માટે ધન્યવાદ- અભિનંદન પત્ર આપવામાં આવ્યા હતા. આ તકે સંસ્કૃત ભારતી મોરબીના કાર્યકારણીના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. સાર્થક વિદ્યામંદિરમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પૈકી વિશેષ યોગ્યતા મેળવતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિ જય શંકરભાઈ રાવલ મહોદયે સંસ્કૃત નું મહત્વ અને ભવિષ્ય તેમજ રાષ્ટ્ર નિર્માણ માટે સંસ્કૃત કઈ રીતે ઉપયોગી સાબિત થઈ શકે તે અંગે વક્તવ્ય આપ્યું હતું. આ વર્ષે સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપવા ઇચ્છતા વ્યક્તિઓ અથવા સંસ્થા ગૌરવ પરીક્ષા સંયોજક જયદીપભાઈ રાવલ ( મો.9712232086) સંસ્કૃત ભારતી મોરબીનો સંપર્ક કરવાનું જણાવાયું હતું.